મૂળ તાપી જિલ્લાની રહેવાસી અને હાલ બારડોલીની એસબીઆર સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતી રાજવી અનુપકુમાર ભટ્ટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા કલા મહોત્સવમાં ભાગ લીધો હતો. ભરતનાટ્યમ વિભાગમાં રાજવી જિલ્લા કક્ષાએ પ્રથમ આવી શાળા તેમજ તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે હવે રાજવી ઝોન કક્ષાએ પોતાની કલાનું પ્રદર્શન કરશે.
વ્યારાની રાજવી ભટ્ટ નાની વયે જ વર્ષ ૨૦૧૮મા ભરતનાટ્યમ મા વિશારદ ની પાડવી મેળવી લીધી છે ત્યારે માત્ર ૧૩ વર્ષ ની ઉંમરે જ વર્ષ ૨૦૧૮ મા ભરતનાટ્યમ મા મહત્વનું પાયદાન ગણાતા આરંગેત્રમ પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ તે પોતાની કલાને રાજ્યકક્ષા સુધી પહોંચાડી ચુકી છે.
ત્યારે હાલ કલા ઉત્સવ ૨૦૨૦ મા રાજવી ભટ્ટે બારડોલીની એસબીઆર સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતી હોય સુરત જિલ્લામાં કલા ઉત્સવ મા ભાગ લીધો હતો જ્યા તે પ્રથમ આવી શાળા, તેમજ સુરત અને તાપી એમ બંને જિલ્લાઓનું ગૌરવ વધાર્યું છે. ત્યારેરાજવી હાલ ૧૧ સાયન્સ માં અભ્યાસ કરે છે અને તેના અભ્યાસમાં પણ તે અગ્રેસર રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500