Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના અને રાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલ

  • June 09, 2021 

 જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સંદર્ભે ફાયર માટેની મોકડ્રીલ યોજવાના ભાગરૂપે રાજપીપલામાં આર્યુવેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક  ઇલેક્ટ્રિક આગ લાગતા ફરજ પરના તબીબી અધિકારી, સ્ટાફે અને GRD ના કર્મીઓએ ICU વોર્ડના દરદીઓને તાત્કાલિક સ્ટ્રેચર થકી નીચે લાવી તેઓને સલામત સ્થળે પહોચાડવામાં સફળતા મળી હતી. આગની આ દુર્ઘટનામા કોઇપણ પ્રકારની જાન હાનિ થવા પામી નહોતી તેની સાથોસાથ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના સંકુલમાં કાગળ અને પુઠાના વેસ્ટેડ ઢગલામાં આકસ્મિક લાગેલી આગની દુર્ઘટના અને રાહત બચાવની કામગીરી માટેનું  સફળ મોકડ્રીલ-નિદર્શન યોજાયું હતું.

 

 

 

 

સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે ઉક્ત મોકડ્રીલ અગાઉ તબીબી અધિકારીઓ, મેડીકલ-પેરા મેડિકલ સ્ટાફ, પોલીસતંત્ર અને GRD વિભાગના ફરજ પરના કર્મીઓને રાજપીપલા નગરપાલિકાના ફાયરબ્રિગેડના ફાયરમેન અનિલભાઇ રોહિતે રજૂ કરેલાં ઉકત મોકડ્રીલ-નિદર્શન દરમિયાન આગ લાગે ત્યારે શું કરવું તેમજ ABC અને BC ટાઇપના ફાયર ઇસ્ટીંગીશરનો કયારે અને કઇ રીતે ઉપયોગ કરવો તેની વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.

 

 

 

 

નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગતે ઉકત આગની દુર્ઘટના સફળ મોકડ્રીલ અંગે જાણકારી આપતાં જણાવ્યુ હતું કે, જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શિકા મુજબ આરોગ્ય, પોલીસ વિભાગ, નગરપાલિકા અને રેવન્યુ વિભાગના પ્રયાસોથી મોકડ્રીલ યોજવામાં આવી છે. જેમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગ લાગવાનો અનિચ્છીનીય બનાવ બને ત્યારે કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ફરજ પર જે રહેવાના છે તેવા મેડીકલ, પેરામેડીકલ અને GRDના સ્ટાફને મોકડ્રીલ સંદર્ભે ટ્રેંનિગ આપવામાં આવી છે. તેમજ આગ લાગે ત્યારે શું કરવું તેમજ કોવિડ હોસ્પિટલ ખાતે જુદી જુદી સિસ્ટમો છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યાં છે

 

 

 

 

વધુમાં ભગતે ઉમેર્યું હતું કે, કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ૨૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે, ૨૦ જેટલા ICU વેન્ટીલેટર ઓક્સિજન વાળા બેડ છે તેની સાથોસાથ આગ લાગવાની દુર્ઘટના સમયે સમયસર અને સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ સંશાધનોનો અસરકારક ઉપયોગ થાય તેવા હેતુથી આ સફળ મોકડ્રીલનું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

 

 

 

 

જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર, GRD વિભાગ અને આરોગ્યતંત્રના અધિકારીઓની  ઉપસ્થિતિમાં રાજપીપલા નગરપાલિકાના ફાયરબ્રિગેડના ફાયરમેન અનિલભાઇ રોહિતે રજૂ કરેલાં ઉકત મોકડ્રીલ-નિદર્શન દરમિયાન જણાવ્યું હતું કે, કાગળ,પુઠા,લાકડુ,રૂ અને પ્લાસ્ટીક વગેરેને A પ્રકારની આગ કહેવાય છે અને ડિઝલ, પેટ્રોલ, કેરોસીન અને અન્ય કેમિકલ્સથી લાગતી આગને  B પ્રકારની આગ કહેવાય છે. તેમજ ગેસથી લાગતી આગને C પ્રકારની આગ કહેવાય છે અને આ ત્રણેય પ્રકારની આગ ઓલવવામાં ABC ફાયર ઇસ્ટીંગીશરનો ઉપયોગ કરવામાં આવે છે, તેવી જ રીતે ઇલેકટ્રીક શોર્ટ સર્કિટથી લાગતી આગને BC પ્રકારની આગ કહેવામાં આવે છે અને તેને ઓલવવા માટે BC પ્રકારના ફાયર ઇસ્ટીંગીશરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરોકત ફાયર ઇસ્ટીંગીશરથી જયારે કોઇ આગ કાબૂમા ન આવે ત્યારે હાઇડ્રન સિસ્ટમનો ઉપયોગ કરીને આગને કાબુમાં લાવી શકાય છે તે અંગે પણ રોહિતે જરૂરી નિર્દશન સાથે વિસ્તૃત જાણકારી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application