નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ ગતરોજ લોક દરબાર યોજી લોકો ને વ્યાજખોરો ના ત્રાસ માંથી મુક્ત કરવા ની પહેલ કરી હતી જેના પગલે રાજપીપલા ના એક ઈસમે વાવડી ગામ ના ઈસમ સામે પોલીસ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યુ છે.
જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાયબ પોલીસ અધિક્ષક મયુરસિહ રાજપૂત નાં માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી એ વાવડી નાં ઈસમ સામે ઇ.પી.કો.કલમ,૩૮૪,૫૦૬(૨) તથા નાણા ઘીરનાર અધિનિયમ-૨૦૧૧ની કલમ-૪૦,૪૨, ૪૪ કાર્યવાહિ હાથ ધરવામાં આવે એવો ફરમાન જીલ્લા પોલીસ વડા એ જારી કરતાં રાજપીપલા પોલીસ મથક મા આરોપી સામે ગુનો દાખલ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ફરીયાદી એ પોતાની ફરિયાદ માં જણાવ્યુ છે કે દિનેશભાઈ કનુભાઈ પંચાલ રહે વાવડી તા.નાદોદ જી.નર્મદા નાં ઓ આ કામના ફરીયાદીએ આ કામના આરોપી પાસેથી ટુકડે ટુકડે રૂ.૧૦૦૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા) લીધેલ હોય જેની સામે આરોપીએ તા.૦૮/૦૪/૨૦૧૮ થી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન મુદ્દલ રકમનું માસિક ૧૦ ટકાના ઉચા વ્યાજદરે રૂ.૪.૮૪,૫૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ ચોર્યાસી હજાર પુરા) ની વસુલાત કરી રૂ.૧૦૦૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા) ફરીયાદીને આપેલ હોવા છતા રૂ.૧,૫૦,૦૦૦/-(એક લાખ પચાસ હજાર હજાર પુરા) આપ્યા હતા,
ફરીયાદી પાસેની ચાઇનીઝ લારી રકમ પેટે રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર પર કરાવી તેમજ સીક્યુરીટી માટે ફરીયાદીના ખાતાના સહી સાથેના બંધન બેંકના કોરા ચેક નંગ- ૩ (ત્રણ) જે પૈકીનો ચેક નંબર- ૦૦૦૦૦૨ માં રૂ.૧,૫૦,૦૦૦/-(એક લાખ પચાસ હજાર પુરા) રકમ ભરી ચેક બાઉન્સ કરાવી તા.૦૨/૧૨/૨૦૨૨ના રોજ ફરીયાદીને ખોટી નોટીશ મોકલી તા.૦૯/૧૨/૨૦૨૨ નારોજ ફરીયાદીની ચાઇનીઝની લારી ઉપર આવી તારે હજુ રૂ.૧,૫૦,૦૦૦/- આપવાના છે જો નહી આપે તો ઘર પોતાના નામે લખાવી દેવાની ચાઇનીઝની લારી અને સામાન પોતાનો છે હવે જો અહિ જો ધંધો કરવો હોય તો લારી અને સામાનનુ ભાડુ પણ આપવુ પડશે,
નહીતર પોતાની પાસે ચેકો તેમજ સ્ટેમ્પ લખાણ હોય રૂપિયા નહી આપે તો જાનથી હાથ ધોઈ નાખવા પડશે તેવી ગુન્હાઇત ધમકી આપી ડરાવી ધમકાવતા ગલ્લાના વેપારના પડેલા રૂ.૧૦૦૦/- જે બળજબરીથી આપી દેવા માટે મજુબર કરી આમ કુલ્લે રૂ.૪.૮૫.૫૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર પાચસો પુરા) ની વસુલાત કરી ગુન્હો કર્યા વિગેરે બાબતો ની ફરિયાદ પોલીસ મથક માં કરી હોવાનું જાણવા મળ્યું છે, ફરિયાદ ના પગલે પોલીસ આરોપી દિનેશ પાંચાલ ને પોલીસ મથક માં બોલાવી સમગ્ર મામલાની હકીકત જાણી પોતાની યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500