રાજપીપલાના વડિયા પેલેસના સરકારી વસાહતમાં રહેતા અજય ઇશ્વર પટેલની દિકરી ઉર્વશીબેનના લગ્ન સુરતના જહાંગીરાબાદમાં રહેતા ધ્રુવિલ કાંતી પટેલની સાથે સામાજિક રીતરિવાજ પ્રમાણે કર્યા હતા. થોડો સમય લગ્નજીવન ચાલ્યું બાદ દહેજની બાબતે દામ્પત્ય જીવનમાં ખટરાગ ઉભો થયો અને પરણિતાને તારા બાપાના ઘરેથી કાંઈ લાવી નથી તો 10 તોલા સોનુ લઈ આવ કહી મેણાંટોણા મારી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો જે બાબતની જાણ ઉર્વશીબેન પટેલે રાજપીપલા મહિલા પોલીસ સ્ટેશનમાં આવી પતિ સહીત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પતિ ધ્રુવિલ પટેલ, સસરા કાંતી ઠાકોર પટેલ સાસુ મિનાક્ષીબેન કાંતી પટેલ અને દિયર હર્ષકુ કાંતી પટેલ તમામ સુરતનાઓ લગ્ન બાદ સાસુએ 10 તોલા સોનાની માંગણી કરી અને શારીરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. ત્યારબાદ તેઓ ગોવા ફરવા ગયેલા ત્યાં પતિ ધુવીલે ઉર્વશી સાથે ઝઘડો કરી દિવાલ સાથે અથડાવી હતી. જયારે દિયર અને સસરા પણ ધમકીઓ આપી ઉર્વશીબેનને પિયરમાંથી પાછી તેડી જવાની ના પાડી તમામ એક સંપ થઈ પરણિતા ઉર્વશીબેનને શારીરીક તેમજ માનશીક ત્રાસ આપતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચારેય સાસરિયાઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application