આગામી 28 ફેબ્રુઆરીના દિવસે રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે માટે રાજપીપળા પ્રાંત અધિકારીની કચેરીના પ્રાંગણમાં આજે સાંજે ડિસ્પેચિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
આ ચૂંટણી સારી રીતે યોજાઈ અને સુચારુ સંચાલન થાય તેના માટે ડિસ્પેચિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. તારીખ 27મી ફેબ્રુઆરી એ સેન્ટર પરથી ચૂંટણીને લગતી સામગ્રી ડિસ્પેચ થશે તેમજ 28 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે તેના માટે તંત્ર દ્વારા રૂટ મુજબ ઝોનલ અધિકારીઓ અને પોલીસ પેટ્રોલીંગ માટેની સૂચના પણ આપી દેવામાં આવી હોવાનું એચ.કે.ગઢવી મદદનીશ ચૂંટણી અધિકારી,રાજપીપળા નગરપાલિકા એ જણાવ્યું હતું. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application