Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Rain update તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો : ૭૯ જેટલા રસ્તાઓ ભારે વરસાદને પગલે બંધ, સોનગઢના મોટા બંધારપાડા ગામે ૨ વૃક્ષ ધરાશાયી

  • July 24, 2024 

હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.વ્યારા સહીતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.ભારે વરસાદને પગલે નદી,નાળાઓ વહેતા થયા છે.મંગળવાર સવારે ૬થી બુધવારની સાંજે ૮ કલાક સુધીમાં એટલે કે ૩૮ કલાકમાં સૌથી વધુ વ્યારા તાલુકામાં ૨૩૮ મીમી વરસાદ નોંધાયો છે,જયારે નીઝરમાં ૩૪ મીમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.

કાટીસકુવાદુર ગામની સીમમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અતિ ભારે વરસાદને કારણે વ્યારા- ઘાટા થઇ માંડવી તરફ જતા માર્ગ પર કાટીસકુવાદુર ગામની સીમમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો.રસ્તાઓ બંધ થવાથી કલમકુઈ અને લોટરવા તેમજ કહેર ગામના લોકોને અસર પહોંચી હતી.વિગતો અનુસાર મોડી સાંજે ૦૯ કલાક સુધીમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાહન વ્યવહાર માટે ૭૯ જેટલા રસ્તાઓ ભારે વરસાદને પગલે બંધ રહ્યા હતા.જેમાં વ્યારામાં ૨૨,ડોલવણમાં ૨૮,વાલોડમાં ૨૦,સોનગઢમાં ૦૯ મળી કુલ ૭૯ જેટલા રસ્તાઓ પરથી વરસાદી પાણી ફરી વળતા બંધ કરી દેવામાં આવ્યા હતા.

બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઘોડાપુર​ જયારે સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામે બજાર ફળીયામાં રસ્તાની બાજુમાં આવેલ વડનું ઝાડ વરસાદને પડી ગયું હતું.જેમાં ગામના મહેશભાઈ ગામીત નામના વ્યક્તિ દબાઈ જતા ગ્રામજનોની મદદથી બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તેમજ ગામના બોરડી ફળીયામાં આમલીની ઝાડ પીલાજીભાઈ છનાભાઈ ગામીતના ઘર પર પડતા ઘરને નુકશાન પહોંચ્યું હતું.જોકે કોઈ જાનહાની પહોંચી નહતી.વ્યારા થઇ બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઘોડાપુર આવતા બંને કાંઠે વહેતી થઇ હતી.હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી,નાળાઓ વહેતા થયા છે.તા.૨૩મી જુલાઈ મંગળવાર સવારે ૦૬થી તા.૨૪મી જુલાઈ બુધવારની સાંજે ૦૮ કલાક સુધીમાં એટલે કે ૩૮ કલાકમાં સૌથી વધુ વ્યારા તાલુકામાં ૨૩૮ મીમી વરસાદ નોંધાયો છે,જયારે સોનગઢમાં ૧૮૮ મીમી,ડોલવણમાં ૨૨૮ મીમી,વાલોડમાં ૧૮૫ મીમી,કુકરમુંડામાં ૬૪ મીમી અને નીઝરમાં ૩૪ મીમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સહીત તમામ કક્ષાના કંટ્રોલરૂમના નંબરો જાહેર કરી દેવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application