Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી : કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ

  • May 09, 2024 

હવામાન વિભાગ અનુસાર તારીખ 11 મે’ના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે તારીખ 12 અને 13 મે’ના રોજ દક્ષિણ ગુજરાતની સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો તારીખ 14 મે’ના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પણ વરસાદમાં ભીંજાઇ શકે છે. આ ઉપરાંત 15મી મેના રોજ નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ત્રીજા તબક્કાના મતદાનના દિવસે આકરી ગરમી વચ્ચે અંબાજી પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો હતો અને લોકોએ ગરમીથી રાહત મળી હતી. જોકે કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application