રાજ્યમાં ચોમાસાનો બીજા રાઉન્ડમાં અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા જૂનાગઢના ભેંસાણમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગતરોજ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તેમજ આજે વહેલી સવારે અમદાવાદ જિલ્લાનાં ધોળકામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જોકે રાજ્યમાં મેઘમહેર ચાલુ છે અને હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા જૂનાગઢના ભેંસાણમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ સિવાય સુરતના ચોર્યાસીમાં પણ ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો તેમજ પાટણ, પોરબંધર, મહેસાણામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં મોટા ભાગમાં ભારે વરસાદને પગલે અનેક તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં બે ત્રણ દિવસથી અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તાંડવ કરતા રૌદ્ર સ્વરુપ જોવા મળ્યુ હતું જેમા જૂનાગઢના ભેંસાણમાં સાંબેલાધારે 4 ઈંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાય ગયા હતા. ભેંસાણની સાથે રાણપુર, પસવાડા, ખારચીયામાં પણ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને પગલે અનેક ગામો બેટમાં ફેરવાયા હતાં. આ ઉપરાંત ધોરાજી પંથકમાં જમનાવડ, ફરેણી, સુપડીમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ ઝાંઝમેર સહિતનાં વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતા લોકોએ ઠંડકથી રાહત થઈ હતી. રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત ભરુચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં તેમજ બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, તાપી બોટાદ, પોરબંદર અને રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500