ઉત્તરથી દક્ષિણ ભારતનાં ઘણા રાજ્યો વરસાદથી બેહાલ છે. દિલ્હી NCRથી લઈને મુંબઈ સુધીનાં વિવિધ શહેરોમાં વરસાદ બંધ નથી થઈ રહ્યો. જયારે બીજી તરફ પર્વતીય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા સહિત NCRમાં ગતરોજથી વરસાદ પડી રહ્યો છે.
દિલ્હી-NCRમાં ભારે અને ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, પુડુચેરી, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, મિઝોરમ ત્રિપુરા, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશનાં ઘણા રાજ્યો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ઉત્તરપ્રદેશમાં આગામી બે દિવસ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. યુપી હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે 12 ઓક્ટોબર સુધી 49 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ગોંડા, બલરામપુર, સિદ્ધાર્થ નગર, બહરાઈચ, બસ્તી, મહારાજગંજ, બારાબંકીમાં ભારે વરસાદ પડી શકે છે.
જોકે IMDએ દેશનાં 20થી વધુ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, યુપી-ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આગામી ત્રણ-ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર નહીં થશે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી કેટલાક કલાકો સુધી ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપરાલા, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લબગઢ સમગ્ર દિલ્હી અને NCRમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. હવામાન વિભાગે સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500