ઉંમરની ખોટી માહિતી દર્શાવી સિનિયર સિટીઝન ક્વોટામાં રેલવેની ટિકિટ બુક કરાવી મુઝફ્ફરપુર-અમદાવાદ સ્પેશીયલ ટ્રેનમાં મુસાફરી કરનાર ૬ પેસેન્જરને રેલવેના દાનાપુર ડિવીઝનના આરા સ્ટેશન પર ટીટીએ ઝડપી પાડયા હતા.
જે અંગે આરપીએફએ દ્વારા તપાસ કરતા સુરતના યુઝર આઇડી ૦૦૨૧૭ ધારક અને પુણાગામ રણુજાધામ સોસાયટીમા રહેતો ભાવેશ નરસીભાઇ વાડદોરીયાની સરથાણા સ્થિત રોયલ આર્કેડ ખાતેની શ્રી રાધે મોબાઇલ નામની દુકાનમાં તપાસ કરી હતી. તપાસમાં ભાવેશે બુકિંગ સરથાણા જકાતનાકા શ્યામ વીલા સોસાયટીમાં રહેતો અંકિત નરસીભાઇ વાડદોરીયા ની મદદથી વરાછા એલ.એચ. રોડ સ્થિત શાંતીવન શોપીંગ સેન્ટરમાં આવેલી રાધે ટ્રાવેર્લ્સના વિક્રમ જોરૂભાઇ રાઠોડ (રહે. ૨૨૯, શ્રી વિનાયક રેસીડન્સી, કામરેજ) પાસે બુકિંગ કરાવ્યાનું બહાર આવ્યું હતું.
આરપીએફે ટ્રાવેર્લ્સ ઓફિસમાં દરોડા પાડી ઉંમરની ખોટી માહિતી રજૂ કરી બુકિંગ કરાવેલી ૩૨ ટિકિટો ઝડપી પાડી હતી અને ભાવેશ, અંકિત અને વિક્રમ વિરૂધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500