ગાંધીનગર શહેર નજીક શેરથા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દાંતીવાડાથી અમદાવાદ લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી લીધો છે અને તેમાં સવાર બે શખ્સોને પકડી વિદેશી દારૂની 1100 કરતાં વધુ બોટલ કબ્જે કરી રૂપિયા 12.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 6 ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્ટેટની ટીમને બાતમી મળી હતી કે, દાંતીવાડાથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ ખાતે લઈ જવાનો છે. જે બાતમીના પગલે શેરથા ટોલનાકા પાસે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી વાળી કાર આવતા તેને ઉભી રહેવા ઇશારો કરવામાં આવ્યો હતો.
પરંતુ તે કલોલ તરફ ભાગવા લાગતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારને ઝડપી લીધી હતી. કારમાં સવાર ભજન ઉર્ફે ભૂતલે બાલારામ બીષ્ણોઈ (રહે.ચિત્તોડગઢ) અને નિતેશ અમરતભાઈ વાઘેલા (રહે. ભાડલી ગામ) બનાસકાંઠાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની 1100 જેટલી બોટલ મળી આવી હતી. જેથી કાર દારૂ અને મોબાઈલ મળી રૂપિયા 12.30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર દાંતીવાડાના બાદલ ઉર્ફે કેહર રામસિંગ વાઘેલા, સુરેન્દ્રસિંહ તેમજ મંગાવનાર અમદાવાદના સાહિલ ભાઉ અને મુકલો નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે. ચિલોડા હિંમતનગર હાઇવે બાદ હવે કલોલ અમદાવાદ હાઇવે પણ વિદેશી દારૂની હેરાફેરી માટે હોટ ગમતો બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application