સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરના સ્ટાફના માણસોએ વાલોડમાં દરોડામાં પાડી બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નિરામય રેસીડેન્સી પાસેથી ઈંગ્લીશદારૂના જથ્થા સાથે એક ઈનોવા ગાડીને ઝડપી પાડી કુલ રૂપિયા ૭.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જોકે આરોપીઓ સ્ટેટ મોનીટરીંગસેલના માણસોને ચકમો આપી નાશી છુટ્યા હતા.
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એ.ડી.ચાવડા અને સ્ટાફના માણસો આજરોજ વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર વોચમાં હતા.
તે દરમિયાન બાજીપુરા ગામની નિરામય રેસીડેન્સી પાસે એક ઈનોવા ગાડી નંબર જીજે/૦૫/જેએચ/૫૨૭૬નો ફિલ્મી ઢભે પીછો કરી ગાડીને ઝડપી પાડી હતી,જોકે સ્ટેટ મોનીટરીંગ સેલના માણસો ગાડી પકડે તે પહેલા ઈનોવાનો ચાલક અને તેની સાથેના આરોપીઓ નાશી છુટ્યા હતા.
તપાસ કરતા ગાડીમાંથી ઈંગ્લીશદારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલો નંગ-૧૯૧૩ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૨,૪૫,૬૬૦/- તેમજ ઈનોવા ગાડીની કિંમત રૂપિયા ૫ લાખ મળી કુલ રૂપિયા ૭,૪૫,૬૬૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસમાં મહારાષ્ટ્ર ના નવાપુર ખાતે રહેતો વિશ્વાસ ભીમરાવ ગડરી(બડોગે),પંકજભાઈ નામદેવભાઈ સોનવણે અને ઈનોવા ગાડીનો ચાલક સહિત કુલ ૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500