કોંગ્રેસ પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધીને ફરી વાર અધ્યક્ષ સ્થાને જોવા માગે છે.પણ રાહુલ ગાંધીએ ફરી એકવાર કહ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. 2019ની લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.
આ પછી તેમણે કહ્યું હતું કે,કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવાર સિવાય કોઈ અન્ય બનવું જોઈએ. જો કે રાહુલને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનો અવાજ પાર્ટીમાંથી સતત ઉઠી રહ્યો છે. વારંવાર મોટા નેતાઓ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા માટે કહી ચુક્યા છે પણ રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે છેલ્લા 2-3 વર્ષમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ રાહુલ ગાંધીને મનાવવાના ઘણા પ્રયાસો પણ કર્યા હતા પણ રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે.
જ્યારે કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારપછી આ પ્રયાસો તેજ થયા છે. થોડા દિવસોથી 10 જેટલા રાજ્યોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પણ રાહુલ ગાંધીના સમર્થનમાં ઠરાવ પસાર કરીને અધ્યક્ષ બનાવવા માટે જાહેરમાં કહ્યું છે આમ છતાં રાહુલ ગાંધી અધ્યક્ષ બનવાનો સતત ઈન્કાર કરી રહ્યા છે. હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોણ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સ્થાને ચૂંટાઈને આવશે તે જોવું રહ્યું. આ વખતે ગાંધી પરિવાર કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરીવાર ના બહાર થી અધ્યક્ષ ચુટવા માગે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500