Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હી-NCRમાં આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે

  • June 04, 2023 

દિલ્હી-NCR અને ઉત્તર-પશ્ચિમ ભારતનાં ઘણા રાજ્યોમાં આગામી 2 દિવસ હવામાન ખુશનુમા રહેશે. IMDનાં વૈજ્ઞાનિક ડૉ.નરેશ કુમારે કહ્યું કે, ઈરાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હી-NCRમાં આગામી 2 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થશે.


જોકે ચોમાસું જૂન મહિનાનાં પ્રથમ સપ્તાહમાં આવવાની પણ શક્યતા છે. IMD મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લક્ષદ્વીપ અને દક્ષિણ અરબી સમુદ્રના ભાગોમાં આગળ વધ્યું છે. IMDએ રવિવારે જારી કરાયેલ એલર્ટમાં જણાવાયું છે કે, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, માહે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા અને કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ વીજળીના ચમકારા, ભારે પવન, ગાજવીજ સાથે છાંટા પડવાની સંભાવના છે.


ઉપરાંત આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કોંકણ અને ગોવામાં વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ટૂંક સમયમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનની આગાહી કરી છે. કેરળમાં 6 જૂનથી ભારે વરસાદ પડી શકે છે. કેરળના પઠાનમથિટ્ટા અને ઈડુક્કી જિલ્લામાં પણ સોમવાર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ભારતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં આવે છે અને પહેલા અઠવાડિયામાં દક્ષિણના રાજ્યોમાં પહોંચી જાય છે. છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની શક્યતા છે. બિહારમાં હીટવેવે છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2007 પછીનો સૌથી ગરમ દિવસ અહીં 3 જૂન 2023નાં રોજ નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application