Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા ખાતે યોજાયો ડાંગ પોલીસનો જનજાગૃતિ કાર્યક્રમ : પ્રજાજનોને મોબાઈલ અને વાહનચોરી માટે હવે QUEUE મા નહિ ઉભુ રહેવુ પડે, માત્ર QR CODE સ્કેન કરીને પણ ફરિયાદ નોંધાવી શકાશે

  • August 01, 2022 

મોબાઇલ ચોરી અને વાહનચોરીની ફરિયાદ હવે eFIRદ્વારા ઓનલાઇન કરી શકાય છે. આ eFIRવિશે સામાન્ય નાગરિકોમા જાગૃતિ આવે એ અંતર્ગત, ડાંગ જીલ્લા પોલીસ દ્વારા સાંદીપની વિદ્યાલય, સાપુતારા ખાતે એક જનજાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. જેમાeFIRકેવી રીતે કરવી અને એનાથી થતા ફાયદા વિશેની સમજ આપવામા આવી હતી.



આ સેમિનારમાઅતિથિ વિશેષ તરીકે સુરતના એડિશનલ ડીજીપી શ્રી પાંડિયન,  નવસારીના  પોલીસ અધિક્ષક શ્રી રીશીકેશ ઉપાધ્યાય,ડાંગના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા,ડીવાયએસપી શ્રી પાટીલ, અને શ્રીગામીત,  સાપુતારા પીએસઆઇ શ્રી ડામોરઅને શ્રી નીરજંન, તથા બહોળા પ્રમાણમા ડાંગ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.સાપુતારા હોટલ  એસોસિએશનના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ, તથા સાપુતારા ના તમામ હોટલ ના મેનેજરો તથા સાપુતારાના નગરજનો, વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application