ગુજરાત સરકાર સામે કર્મચારીઓનું આંદોલન પૂરું થયું નથી ત્યારે હવે નવું આંદોલન થવાની ચીમકી અપાઈ રહી છે. આજે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ સરકારને ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા 500 કરોડની સહાય નહીં ચુકવામાં આવે તો તેઓ ઢોરને કચેરીએ લઈને મૂકી દેશે છૂટી. સરકારી કચેરીમાં પશુધન છુટા મૂકીને વિરોધ નોંધાવ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયોને રસ્તા પર છોડી મૂકી દીધી હતી. થરાદ મામલતદાર કચેરી પહોંચીને પશુંઓને કચેરીમાં જ મૂકી દીધી હતી. થરાદમાં અંદાજે 92 કરતા પણ વધારે ગૌશાળાઓ અને પાંજરાપોળની ચાવીઓ પ્રાંત કચેરીમાં આપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી આ મામલે સરકાર સામે અનેકો રજૂઆત કર્યા પછી પણ જવાબ ન મળ્યો તેમજ અનેક ધારણા પણ કર્યા હતા તેમ છતાં સરકારના પેટનું પાણી પણ ન હલ્યું હતું જેને લઈને આજે ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું.
આ સંચાલકો પશુઓને લઈને થરાદ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ પશુઓને લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ગૌશાળા અને પાંજરાપોળ નિભાવ માટે સરકાર દ્વારા 500 કરોડની જાહેરાત કર્યા બાદ હજુ સુધી તેનો અમલ ન થતા સંચાલકોએ આંદોલનનો માર્ગ પકડ્યો હતો. સરકાર સામે અનેકો વખત રજૂઆત કરી હતી તેમ છતાં પણ આ સહાય અંગે કોઈ નિવારણ ન નીકળતા આજે ન છૂટકે પશુઓને છૂટી મૂકી દેવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500