પંજાબ પોલીસે સંગરુરમાં પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસ સ્થાન તરફ કૂચ કરી રહેલા મજૂર સંઘના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. કાર્યકર્તાઓ તેમની વિવિધ માંગણીઓને લઈને વિરોધ દર્શાવતા મુખ્યમંત્રી આવાસ તરફ જઈ રહ્યા હતા. સાંઝા મઝદૂર મોરચાના ખેડૂતોએ આજે પંજાબના સંગરુરમાં મુખ્યમંત્રી ભગવંત માનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ લઘુત્તમ દૈનિક વેતન વધારીને રૂપિયા 700 કરવાની માંગ કરી રહ્યા હતા. વિરોધીઓ મનરેગા હેઠળ ખેત મજૂરોના લઘુત્તમ દૈનિક વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. આ વિરોધ દરમિયાન પોલીસે કાર્યકરો પર લાઠીચાર્જ કરી તેમને અલગ કર્યા હતા. મુખ્યમંત્રીના ઘરની બહાર મોટા પ્રમાણમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application