વ્યારાની એક તરુણીએ 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી ને જણાવેલ કે,મારા પિતા મને દારૂ પીને માર મારે છે અને ત્રાસ આપે છે. જેમાં મદદ કરવા અપીલ કરતાં અભ્યમ રેશક્યુ વાન-વ્યારા તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિવાર સાથે વાતચીત કરતાં લાગ્યું કે, તરુણીને હવે પછી પણ શારીરિક તથા માનસિક ત્રાસ આપી શકે છે. જેથી તરુણી અને તેની એક બહેન અને ભાઈને સુરક્ષિત સ્થાનમાં રાખવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વ્યારાના શાહપુર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 16 વર્ષીય તરુણી ના પિતા કંઈ કામ ધંધો કરતા નથી. અને દિકરીને મજૂરી કામ કરાવી રૂપિયા માંગે છે. અને દીકરી રૂપિયા ન આપે તે માર મારતા હતા અને ઘર માંથી કાઢી મૂકી હતી. એટલું જ નહી જમવાનું પણ જમવા દેતાં નથી. અને ઘર માંથી અનાજ વેચી દે છે. તરુણીની સાથે તેની એક બહેન અને એકભાઈ પણ રહે છે. તેઓની માતાનું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું.
તરુણી નું ભણવાનું ઘરખર્ચ દાદા દાદી કરતા હોય તેઓને પણ ખૂબ માર મારે છે. અને ઘરમાં રહેવા દેતાં નથી. તરુણીના પિતા મારઝુડ કરે છે. જેના કારણે 16 વર્ષીય તરુણી અને બહેન અને ભાઈ સાથે મિત્ર ને ત્યાં રહેવા જાય છે. પરંતુ પિતા ગાળાગાળી કરતાં હોવાથી મિત્ર પણ હવે રાખતાં નથી. તરુણીના પિતા ધમકી આપે છે. “જો તમે પોલીસ ને જાણ કરશો તો હું જાનથી મારી નાખીશ”.
એકદિવસ બંને બહેનો અને તેનો ભાઈ મજૂરી કામ કરવા માટે ગામમાં ગયાં ત્યારે ઘરે મોબાઈલ મૂકી ગયાં હોવાથી અજાણ્યા યુવક નો કોલ આવતા શક વહેમ કરી માર માર્યો હતો અને રાતે ઘરમાંથી બહાર કાઢી મુકેલ હતી સાંજે જમવાનું બનાવ્યું ત્યારે એમના પિતાએ વધેલું ખાવાનું ફેંકતાં દીકરીઓને ભાઈ ના પાડતા ભાઈને પણ માર માર્યો હતો.
આમ આવી પરિસ્થિતિમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇન-તાપીએ બંને દીકરીઓ અને તેના ભાઈને સુરક્ષા માટે અધિકારી સાથે પરામર્શ કરી સુરક્ષિત સ્થાનમાં આશ્રય આપ્યો હતો..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500