Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાહેરનામું : તાપી જિલ્લામાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ અને વાહનોને ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું, કયા માર્ગે જઈ શકો છો ? વિગતે જાણો

  • October 19, 2022 

આગામી તા.20મી ઓક્ટૉબરે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના  ગુણસદા, ખાતે માન.પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ યોજાનાર છે.આ કાર્યક્રમમાં માન.મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય તથા રાજયકક્ષાના મંત્રીશ્રીઓ, અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બસો, ફોર વ્હીલ વાહનો, સોનગઢ ટાઉનમાંથી પસાર થઇ સભાસ્થળે આવનાર છે. જેથી કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે જળવાય રહે તે માટે તા.૨૦/૧૦/૨૦૨૨ના  ૯-૦૦ કલાકેથી ૧૯-૦૦ સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ અને વાહનોને ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા આવે છે.




બંધ કરેલ માર્ગો  સામે સુચવેલ વૈકલ્પિક માર્ગ  તરીકે ઘુલીયા થી સુરત જતા નેશનલ હાઇવે-૫૩ પરથી સોનગઢ-ઉકાઇ-ભરૂચ-અંકલેશ્વર તરફ જતા ભારે વાહનો માટે વ્યારા-બારડોલી તરફ ડાયવર્ટ કરવા કરવામાં આવ્યું છે. સુરત-વ્યારા થી સોનગઢ-ઉકાઇ તરફ જતા ભારે વાહનો માટે ઉચ્છલ-ઘુલીયા હાઇવે તરફ ડાયવર્ટ,મહારાષ્ટ્ર- ડાંગ - ઓટા તરફથી સોનગઢ  ટાઉનમાં પ્રવેશતા ભારે વાહનો માટે  ઓટા ચારરસ્તાથી ડાબી બાજુ સર્વિસ રોડ ઉપર ચઢી ને.હા.૫૩ પર વ્યારા, બારડોલી તથા ઉચ્છલ- ઘુલીયા તરફ ડાયવર્ટ,સોનગઢ તાલુકાના વેલઝર ઉખલદા તરફથી દુમદા ચોકડી થઇ સોનગઢ ટાઉનમાં પ્રવેશતા ભારે વાહનો માટે દુમદા ચોકડીથી વાઘનેરા - ઘોડાગામ થી સિંગલખાંચ તરફ ડાયવર્ટ,સોનગઢ તાલુકાના વાઘનેરા-સીંગપુર તરફથી દુમદા ચોકડી થઇ સોનગઢ ટાઉનમાં પ્રવેશતા ભારે વાહનો માટે દુમદા ચોકડીથી દુમદા-કેલાઇ થઇ વેલઝર તરફ ડાયવર્ટ કરવા આવ્યું છે.આ જાહેરનામુ તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ સવારે.૯-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી અમલમાં રહેશે.



   

જે વ્યકિત સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને, આવશ્યક સેવાના વાહનો તથા ઇમરજન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનો તેમજ ઉકત કાર્યક્રમમાં ભાગ લેવા જનાર વાહનોને આ જાહેરનામુ લાગુ પડશે નહિ તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે.વલવી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application