ઉત્તરાખંડ ચારધામ યાત્રાએ જઇ રહેલા તીર્થયાત્રીઓની મુસીબતો ઘટવાનું નામ નથી લઇ રહી. ખરાબ હવામાનને કારણે બદરીનાથ, કેદારનાથ, યમુનોત્રી સહિત ચારેય ધામોના દર્શને જઇ રહેલા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઉત્તરાખંડ ચારધામ યાત્રા ચાલી રહી છે તે દરમિયાન હવામાન વિભાગ દ્વારા પૂર્વઅનુમાન રૂપે એલર્ટ જારી કર્યું છે. તેને કારણે તીર્થયાત્રીઓ અટવાઇ ગયા છે. નક્કી સમયે ગંતવ્ય સ્થાન સુધી ના પહોંચતાં હોટલ બુકિંગ રદ થવા લાગ્યા છે.
દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાંથી ઉત્તરાખંડ ચારધામ દર્શન માટે પહોંચેલા તીર્થયાત્રીઓની મુસીબત વધી ગઇ છે. તેમને હવામાન અપડેટ પર નજર રાખવા સૂચના અપાય છે. એપ્રિલમાં ચારધામ યાત્રા માટે બુકિંગ કરાવ્યા છતાં તીર્થયાત્રી હરિદ્વારથી આગળ યાત્રા માટે રવાના થઇ શકતા નથી. બીજી તરફ સોશિયલ મીડિયા પર ચારધામ યાત્રાને મુદ્દે અફવાઓ શરૂ થતાં યાત્રા પર તેની અસર પડી છે. યાત્રા બંધ થઇ ગઇ હોવાના મેસેજ મળવા લાગતાં તીર્થયાત્રીઓ બુકિંગ બંધ કરાવી રહ્યા છે. (આ સમાચાર update થઇ રહ્યા છે)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500