વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢ એરપોર્ટનું નામ સ્વતંત્રતા સેનાની ભગત સિંહનાં નામે રાખવાની જાહેરાત કરી છે. આકાશવાણીનાં માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 93મી આવૃત્તિમાં પોતાના વિચારો વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, નિષ્ણાતોની એક ટીમ મધ્યપ્રદેશનાં કુનો રાષ્ટ્રીય પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા 8 ચિત્તાની સમીક્ષા કરી રહી છે. આ ટીમના રિપોર્ટ પરથી નક્કી કરાશે કે સામાન્ય લોકો આ ચિત્તા ક્યારથી જોઇ શકશે.
મોદીએ જણાવ્યું હતું કે, ભગત સિંહની જયંતિ અગાઉ તેમને શ્રદ્ધાજલિ આપવા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ ચંડીગઢ એરપોર્ટનું નામ ભગત સિંહના નામે રાખવામાં આવશે. મોદીએ આ નિર્ણય અંગે ચંડીગઢ, પંજાબ અને હરિયાણાના લોકોને આ અંગે અભિનંદન પાઠવ્યા હતાં કારણકે આ ત્રણ રાજ્યના લોકો ઘણા લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોતા હતાં. શહીદ ભગત સિંહનીજયંતિ 28 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, 6 વર્ષ અગાઉ 2016માં 28સપ્ટેમ્બરની રાતે ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘૂસી આતંકવાદી શિબિરો પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. વડાપ્રધાને દેશના લોકોને સર્જિકલ સ્ટ્રાઇકની યાદ અપાવતા જણાવ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇક એવા બે શબ્દો છે જે સાંભળીને દેશવાસીઓનો જુસ્સો ચાર ગણો વધી જાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500