આજે સમગ્ર ભારત દેશ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આજના આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રથમ વખત કર્તવ્ય પથ પર પરેડ થઈ રહી છે. પહેલા આ પથ રાજપથ તરીકે જાણીતો હતો. આ પરેડમાં 'ન્યૂ ઈન્ડિયા'ની ઝલક જોવા મળશે. આ પરેડમાં સ્વદેશી સૈન્ય શક્તિ અને મહિલા શક્તિનું પ્રદર્શન, ઉપરાંત રાજ્યોના ટેબ્લોક્સમાં સાંસ્કૃતિક વિવિધતાઓ પણ જોવા મળશે. ઉપરાંત વાયુસેનાના 50 વિમાન પોતાની તાકાત બતાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રને કર્તવ્ય પથ પરથી રાષ્ટ્રનુ નેતૃત્વ કરી રહ્યા છે. આ વખતે ગણતંત્ર દિવસ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભકામના આપી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યુ હતું કે, ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વખતે આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે, આપણે આઝાદીનાં અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશનાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાને સાકાર કરવા માટે અમે એકજૂથ થઈને આગળ વધવા ઈચ્છીએ છીએ. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 17 ઝાંખીઓ અને વિવિધ મંત્રાલયો અને વિભાગોની 6 ઝાંખીઓ પણ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આર્થિક પ્રગતિ અને મજબૂત આંતરિક અને બાહ્ય સુરક્ષાને દર્શાવતી ઝંખીઓ કર્તવ્ય પથ પર જોવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500