તાપી જિલ્લાના બજારોમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે બજારોમાં લોકોની ચહલપહલ વધુ જોવા મળી હતી. વ્યારા અને સોનગઢમાં રક્ષાબંધન પર્વની રોનક જેવી રોનક સમગ્ર વર્ષ દરમ્યાન રહે તેમ ઇચ્છી રહ્યા છે.
તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢના બજારો છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મંદીની માર ઝીલી રહેલા વેપારીઓમાં રક્ષાબંધન પર્વને લઈને શનિવારે સવારથી જ શહેરના મુખ્ય બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વને લઈને બહેનોની મોટી સંખ્યામાં ભાઈની સુરક્ષા માટે રાખડી ખરીદવા રાખડીઓની દુકાનમાં અને મીઠાઈની દુકાનોમાં ભીડ જોવા મળી હતી.
વ્યારા અને સોનગઢમાં કાપડ બજાર, મોબાઈલ શોપ, રાખડીઓની દુકાનો અને મીઠાઈની દુકાનો સહિતની દુકાનોમાં ગ્રાહકોની ચહલપહલ વધતી જોઈને વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. દુકાનોમાં ફેસ માસ્ક સહિતના તમામ નિયમોનું પાલન થતું પણ જોવા મળ્યું હતું. (ફોટો યુવરાજ પ્રજાપતિ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500