ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ સંદેશ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠના મહોત્સવને 11 દિવસ જ બાકી છે ત્યારે હવે રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ ઉત્તર પ્રદેશ સરકાર પણ આ કાર્યક્રમને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડી નથી રહી.
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર 11 દિવસ જેટલો સમય બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર એક ખાસ સંદેશ આપતા કહ્યું કે, ભગવાને મને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યો છે ત્યારે આને ધ્યાનમાં રાખીને હું આજથી 11 દિવસની વિશેષ વિધિ શરુ કરી રહ્યો છું અને હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માંગું છું.
વધુમાં કહ્યું કે, આ સમયે તમારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે પરંતુ મે મારા તરફથી એક પ્રયાસ કર્યો છે. હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ અવસરનો સાક્ષી બનીશ. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ IASએ તારીખ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અધિકારીઓને મુખ્ય કાર્યક્રમ અને સમારોહની તૈયારીને લઈને વિશેષ સૂચનાઓ જાહેર કરી છે. 20થી 22 જાન્યુઆરી વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમના માટે જ અયોધ્યા આવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500