Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં આઈપીએસની બદલીઓને લઈને તૈયારીઓ,મોટાપાયે બદલીઓ થાય તેવી શક્યતા

  • April 25, 2023 

ગુજરાતમાં આઈપીએસની બદલીઓને લઈને તૈયારીઓ, મોટાપાયે બદલીઓ થાય તેવી શક્યતાઓ છે. આઈએએસ બાદ આઈપીએસની બદલીઓ થશે.30 એપ્રિલના રોજ, IPS અધિકારીઓની બદલી મોટા પાયે થાય તેવી શક્યતાઓ છે. IPS અધિકારીઓ કે જેમણે એક પોસ્ટ પર ત્રણ વર્ષ પૂર્ણ કરે છે તેમની બદલીઓ થશે. આ સિવાય પોતે બદલી કરાતા અધિકારીઓની પણ બદલીઓ થશે.


ગુજરાતમાં તાજેતરમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી બાદ હવે IPS અધિકારીઓની બદલીઓ શરૂ થશે. એક જ પોસ્ટ પર 3 વર્ષ કે તેથી વધુ સમયથી સતત સેવા આપતા 12 IPSની બદલી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતની ટીમ 30 એપ્રિલની આસપાસ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવી શકે છે.ગૃહ રાજ્યમંત્રીની બેઠક બાદ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. જોકે એવું કહેવાય છે.


એટલે કે, IPS અધિકારીઓની બદલી માટેની ફાઇલ તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ આઈપીએસ અધિકારીઓ તેમના વિભાગની બાકીની કામગીરી ઝડપી શરુ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આઈપીએલની બદલીઓનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. બની શકે છે 30 એપ્રિલે જ આ બદલીઓ થઈ શકે છે. જો કે, 30 એપ્રિલના રોજ અમદાવાદના કમિનશ સંજય શ્રીવાસ્તવ વય નિવૃત થઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application