દરરોજ હજારો ભક્તો અને દર્શનાર્થીઓથી ધમધમતા સિદ્ધિ વિનાયક મંદિરમાં સાકર ભેળવેલા મોદક અને પેડાનો પ્રસાદ ધરી નહીં શકાય. કારણ સિદ્ધિ વિનાયક પરિસરના પૂજા સામગ્રીનું વેચાણ કરનારાઓનાં સંગઠને સાકર ભેળવેલા મોદક અને પેડાનું વેચાણ ન કરવાનો નિર્ણય લીધો છે. જે દુકાન દાર નિયમનો ભંગ કરશે તેનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે. સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શને આવતા ભાવિકો સાથે છેંતરપિડી અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મંગળવારે અને ખાસ તહેવાર વખતે મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રચંડ ધસારો થાય છે.
આ ભીડનો લાભ લઇ મંદિરની આસપાસની પ્રસાદની અધિકૃત દુકાનોમાંથી ઉંચા ભાવે માવાના મોદકને બદલે સાકરના લાડુ અને પેડાનું વેચાણ થતું હોવાનું સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું હતું. ભક્તો તરફથી પણ આ બાબતની ફરિયાદો કરવામાં આવી હતી. એટલે ટ્રસ્ટના અધ્યક્ષ સહ સરવણકરે પૂજા સામગ્રી અને પ્રસાદ વેંચતા અધિકૃત દુકાનદારોની સાથે મિટીંગ યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ મલાઇ મોદક, કાજૂ મોદક, સ્પેશ્યલ મોદક, પેડા, બુંદીના લાડુ, બેસન લાડું, મોતીચૂર લાડુ અને સાદા મોદક વગેરે પ્રસાદનો નવો દર જાહેર કરવામાં આવ્યો છે. એટલે ભક્તો પાસેથી દુકાનદારો વધુ ભાવ લઇ નહીં શકે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500