Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : મલાઈકાનાં પિતાનું પોસ્ટમોર્ટમ થયું, જાણો પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ શું સામે આવ્યું

  • September 12, 2024 

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ ગતરોજ ઘરની છત પરથી કૂદીને આપઘાત કરી લેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો હતો. આ અહેવાલથી સલમાન ખાનના પરિવારમાં પણ દોડધામ મચી ગઇ હતી. ત્યારે હવે આ મામલે તાજેતરના અહેવાલ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ગયો છે. જેમાં તેમના મૃત્યુનું કારણ જણાવાયું છે. બોલિવૂડ અભિનેત્રીના પિતાના શબનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે. પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમને મલ્ટીપલ ઈન્જરી (અનેક ઈજાઓ) થઇ હતી. જોકે તેમના વિસરાના સેમ્પલ લેબમાં મોકલાયા છે જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.


ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાના પિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ બુધવારે રાતે 8 વાગ્યે કરાયું હતું. આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે. અહેવાલો અનુસાર, આજે મલાઈકાના પિતા અનિલ અરોરાના અંતિમ સંસ્કાર 11 વાગ્યે સાંતાક્રુઝમાં હતા. ઉલ્લેખનીય છે કે, અનિલના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અનિલે આત્મહત્યા કરી હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ કંઈપણ ઠોસ કારણ મળ્યું નથી. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનો જન્મ પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર પંજાબ સરહદે આવેલા ફાઝિલ્કા જિલ્લાનો વતની છે. તેમણે ભારતીય મર્ચન્ટ નેવીમાં નોકરી કરી હતી. તેમણે મલયાલમ ખ્રિસ્તી પરિવારની યુવતી જોયસ પોલીકોર્પ સાથે લગ્ન કર્યા હતા.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application