સોનગઢના દશેરા કોલોની વિસ્તારમાંથી દિનદહાડે બાઈકની ચોરી થઇ હોવાની ફરિયાદ થઇ છે. જોકે ચોરીના આ બનાવના 10 દિવસ બાદ પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
મળતી માહિતી અનુસાર વ્યારાના ચિખલવાવ પોસ્ટમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા અને સોનગઢના દશેરા કોલોની માર્ગ પર આવેલ સરકારી કોલજની સામે સોનાનગર સોસાયટી (હુડકો) માં રહેતા પટેલ સૌરભભાઈ કનુભાઈ નાઓએ ગત તા.15મી જુને પોતાના ઘર આગળ બાઈક નંબર જીજે/35/ડી/0925 ને લોક મારી ને મુકેલ હતી. જોકે તે સમયે સવારે આશરે 11:30 થી બપોરના 3 વાગ્યા સુધી તેઓના ઘરે કોઈ હાજર ન હતું જેનો લાભ ઉઠાવી કોઈ ચોર ઇસમે બાઈકની ચોરી કરી નાશી છુટ્યો હતો.
બનાવની જાણ પટેલ સૌરભભાઈને થતા તેઓએ બાઈક ચોરી થઇ હોવાની અરજી સોનગઢ પોલીસ મથકે કરી હતી. જોકે બાઈક ચોરીના બનાવના 10 દિવસ બાદ પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.જેના કારણે ચોરટાઓને ચોરી કરવા માટેનું મોકળું મેદાન મળી ગયું હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇ સોનગઢ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500