સુરત શહેરના પોલીસના હેડ કોન્સ્ટેબલની પત્નીનું વ્હોટ્સએપ હેક કરવા ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી ધમકી આપતા મેસેજ કરનાર અને ઇચ્છાપોરની યુવતીના નામે ફેક આઇડી બનાવી નગ્ન ફોટો સ્ટોરી અપલોડ કરનાર અજ્ઞાત ભેજાબાજ વિરૂધ્ધ પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સામાન્ય નાગરિકની સાથે હવે ભેજાબાજોએ પોલીસ પરિવારને પણ નિશાન બનાવી વ્હોટ્સએપ હેક કરવા ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી કનડગત કરવામાં આવતી હોવાની ફરીયાદ ઉમરા પોલીસમાં નોંધાય છે. પીપલોદ પોલીસ લાઇનમાં રહેતા હેડ કોન્સ્ટેબલની પત્ની સોનમ (ઉ.વ. 27 નામ બદલ્યું છે) ના વ્હોટ્સએપ નંબર પરથી કૌટુંબીક દીયર કિશોર (નામ બદલ્યું છે) ની પરિચીત મહિલાને કિશોરને ઉદ્દેશીને મેસેજ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત ઇન્સ્ટાગ્રામના આઇડી દિવ્યાપરી2222 નામના ફેક આઇડી પરથી પણ કિશોરની પરિચીત મહિલાને `બકા તને શું લાગે છે, તું જ હોશીંયાર ને કિશોર જ હોશીંયાર, હું એવી ચાલ રમીશ ને તમારે બંન્નેને તુટશે, વેઇટ કર તું તો, ઓકે, ટ્રસ્ટ તારા પર બહુ છે ને, એવું ના થાય તો યાદ રાખજે` તેવા વારંવાર મેસેજ કરી કનડગત કરવામાં આવી રહી હોવાથી છેવટે પોલીસકર્મીની પત્નીએ ઉમરા પોલીસમાં આ અંગે ફરીયાદ નોંધાવી છે.
જયારે ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી અને કોમ્પ્યુટરનો અભ્યાસ કરતી પરપ્રાંતિય માલિની (ઉ.વ. 19 નામ બદલ્યું છે) ના ઇન્સ્ટાગ્રામ જેવું જ ફેક આઇડી બનાવી તેમાં નિલમના ફોટો અને સ્ટોરી અપલોડ કરી હતી. પ્રોફાઇલ ફોટોમાં નિલમનો ફોટો અને સ્ટોરીમાં નગ્ન ફોટો અપલોડ કરવાની સાથે તેનો જૂનો મોબાઇલ નંબર પણ અપલોડ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે નિલમે ઇચ્છાપોર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500