Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજ તાપી નદીના બ્રિજ પર આત્મહત્યા કરવા આવી પહોંચેલ મહિલા અને યુવતીને પોલીસે બચાવી લીધી

  • February 27, 2025 

સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ કામરેજ હાઈવે પર પેટ્રોલીંગમાં હતી જે દરમ્યાન કામરેજ તાપી નદીના બ્રિજ પર આત્મહત્યા કરવા આવી પહોંચેલી મહિલા અને યુવતીને જોઈ હતી. પોલીસે બંનેને સમજાવી બ્રિજ ઉપરથી સહીસલામત નીચે ઉતારી હતી. તેમણે આપઘાત કરવાનું કારણ આર્થિક તંગી અને ઘરકંકાસ જણાવ્યું હતું. જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. તેમની ટીમ સાથે કામરેજનાં ને.હા.નં-૪૮ પર પેટ્રોલીંગમાં હતા. ત્યારે મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડનાં તાપી નદી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.


ત્યારે પી.એસ.આઈ.ની નજર બ્રિજનાં મધ્યભાગે ફુટપાથ ઉપરથી બ્રિજની દિવાલને અડીને ઉભેલી એક યુવતીને ગભરાયેલી હાલતમાં એકલા જોતા પીએસઆઈ ત્યાં દોડી જઈ યુવતીની પુછપરછ કરતા તેણે સ્યુસાઇડ કરવા આવી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. તે સમયે ખોલવડથી આંબોલી તરફ જતા તાપી નદીનાં બ્રિજની દીવલ ઉપર એક મહિલા ચઢી રહી હોવાનું પોલીસ નજરે પડતા જેમણે બુમો પાડીને તરત જ પોલીસ સ્ટેફ સાથે ત્યાં દોડી જઈ મહિલાને બ્રિજની દીવાલ ઉપરથી નીચે ઉતારી લીધી હતી.


આ મહિલાને બ્રિજની દિવાલ ઉપર ચઢવાનું કારણ પુછતા તે રોજિંદા ઘરકંકાસથી કંટાળી તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરવા આવી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસ બંનેને સમજાવી જિલ્લા ટ્રાફિક કચેરીએ લઈ ગઈ હતી. ત્યારબાદ પી.એસ.આઈ. અને મહિલા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં બંનેની પુછપરછ કરતા યુવતીએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પૂર્વે પોતે એક લોન લીધી હતી અને જેનાં હપ્તા ચઢી જવા સાથે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ ન હોય આર્થિક સંકળામણની હતાશ થઈ આત્મહત્યા કરવા આવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેને સાંત્વના આપી જરૂરી કાઉન્સલીંગ કરી આગળની તપાસ માટે બંનેને કામરેજ પોલીસને સુપ્રત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application