વડોદરાનાં વાઘોડિયા રોડ પર ડી-માર્ટ પાસે આવેલા સોસાયટીનાં મકાનમાં ચાલતા જુગારધામ પર પાણીગેટ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની રેઇડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં 8 ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જુગારીઓની અંગજડતી અને દાવ પરના રોકડા, 7 મોબાઇલ અને 6 બાઇક મળી 2.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસેની વ્રજ વિહાર સોસાયટીમાં રહેતો રાજેશ જાનુરાવ થોટે ડીમાર્ટ પાસે આવેલી મારૂતધામ સોસાયટીના મકાન નંબર 24 બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે.
તેવી બાતમી પેટ્રોલિંગમાં ફરી રહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ મળી હતી. જેના આધારે પોલીસે બાતમી મુજબના મારુતિધામ સોસાયટીના મકાન નંબર-24માં દરોડો પાડ્યો હતો. પોલીસની રેઇડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસ સ્થળ પરથી 8 ખેલીઓ રાજેસ જાનુરાવ થોટે, જગદીશ જીવન વસાવા, મહેશ હનમંત ચૌધરી, ઇશ્વર અર્જુન ચૌધરી, ઘનશ્યામ શાન્તારામ પવાર, નિતેશ કાશીનાથ ગાયકવાડ, પવન વિષ્ણુ પવાર અને સુરેશ શિયારામ ભાટિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં જુગારીઓના અંગજડતી અને દાવ પર લાગેલી રોકડ, 67 મોબાઇલ અને 6 બાઇક 2.15 લાખ સાથે 2.37 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500