ઉચ્છલ પોલીસે નારણપુર ગામમાં દરોડા પાડી વરલી મટકા જુગારનો અડ્ડો ચલાવતા એક શખ્સને જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યો હતો, જયારે નંદુરબારના મુખ્યસુત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના સાવરપાડા ફળીયા માંથી પસાર થતા ઉચ્છલ-નિઝર રોડ, વડપાડા નેસુ ફાટા પાસે આવેલ વડના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં વર્ષોથી ચાલતા જુગારધામ સ્થળે ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોએ દરોડા પાડ્યા હતા. જેમાં દિલીપભાઈ કાલુસિંગભાઈ વસાવા રહે, વડપાડા નેસુ, નિશાળ ફળિયું તા.ઉચ્છલ નો મુંબઈ થી નીકળતા વરલી મટકાના ટાઇમ બજાર, ડે મિલન, કલ્યાણ બજાર, તથા શ્રી દેવી બજારના આંકડાઓ ઉપર ગેરકાયદેસર રીતે બહારથી ગ્રાહકો બોલાવી જુગાર રમી રમાડતો ઝડપાઈ ગયો હતો. તપાસ અને અંગ ઝડતી દરમિયાન પોલીસે તેની પાસેથી જુગારના સાધનો અને રોકડ રૂપિયા 1820/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,
આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ દિનેશભાઈની ફરિયાદના આધારે દિલીપભાઈ વસાવા વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી મુખ્ય સૂત્રધાર અનીલભાઈ કમલેશભાઈ વળવી રહે,પીપલોદ તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500