Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં જુગારના અડ્ડા પર પોલીસના દરોડા : બે જણાને દબોચી લેવાયા, જયેશભાઇ ઉર્ફે જગ્ગુ મોહનભાઇ શિમ્પી ભાગેડુ જાહેર કરાયો

  • May 13, 2023 

સોનગઢના બેડપાડા ગામે ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર તાપી એલસીબી અને પેરોલ/ફર્લો સ્ટાફના માણસોએ દરોડા પાડી ૨ જણાને જુગારના સાધનો,મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧૫,૮૦૦/-ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે

સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

મળતી માહિતી મુજબ જિલ્લાના એસપી નાઓ દ્વારા જીલ્લામા ચાલતી પ્રોહી/જુગારની પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે આધારે એલસીબીના પીઆઈ આર.એમ.વસૈયા નાઓ સાથે જીલ્લા એલ.સી.બી તથા પેરોલ/ફર્લો શાખાના પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

જુગાર રમાડતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઇ દિગંબરભાઇ નાઓને ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમીના આધારે આજરોજ સોનગઢ તાલુકાના બેડાપાડા ગામ (બંધારપાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન) વિસ્તારમાં દરોડા પાડતા (૧) શૈલેષભાઇ લાલસીંગભાઇ ગામીત રહે.પીપળકુવા બંધારી ફળીયુ તા.સોનગઢ (૨) મણીલાલ ભીલીયાભાઇ ગામીત રહે-મોઘવણ` નિશાળ ફળીયુ તા.સોનગઢ નાઓને મુંબ થી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર રમાડતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

જુગાર રમાડતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા 

ઝડપાયેલા બને આરોપીઓના કબજામાંથી બુકો તથા કાર્બન પેપર તથા અલગ અલગ દરની ચલણી નોટના રોકડા રૂ.૧૦,૮૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૫,૮૦૦/- ના મુદ્દામાલ ક્બ્જે કરવામાં આવ્યો હતો. જોકે  મુંબઇથી નીકળતા વરલી મટકાના આંકોનુ વલણ જયેશભાઇ ઉર્ફે જગ્ગુ મોહનભાઇ શિમ્પી રહે.સોનગઢ હાથી ફળીયુ તા.સોનગઢ નાઓનો લેતા હોય તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.

કામગીરી કરનાર હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ
  1. અ.હે.કો.જગદીશભાઇ જોરારામ બ.નં.૩૮૮,
  2. અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ બ.નં.૭૧૬,
  3. અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ બ.નં.૯૦૭,
  4. અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ બ.નં.૩૭૩
  5. અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ બ.નં.૭૧૪,
  6. અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ બ.નં.૭૪૦


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application