પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્નામન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની ૬ અને પુખ્તવયની ૨૪ યુવતી મળી કુલ ઝારખંડની ૩૦ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. તમામ યુવતીને સુરત નારી સ્વરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી છે.
નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્નામન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં ઝારખંડથી યુવતીઓને લાવી કામ કરાવવામાં આવતું હોવાની જાણ થઈ હતી. જેથી નવસારી અને સુરત પોલીસ દ્વારા ફેક્ટરીમાંથી સગીર વયની ૬ અને પુખ્તવયની ૨૪ યુવતી મળી કુલ ઝારખંડની ૩૦ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે.
હાલ તમામ યુવતીને સુરત નારી સ્વરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી છે.પોલીસના જણાવ્યા હતું કે એક મહિના પહેલા ઝારખંડથી યુવતીઓને સિલાઈ કામ શીખવાડના બહાને મંજુબેન નામની મહિલા પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં લઈ આવી હતી. છેલ્લા એક મહિનાથી યુવતીઓ પાસે કામ કરાવવામાં આવતું હતું. પોલીસે હ્નામન ટ્રાફિકિંગ મામલે મંજુબેનની અટકાયત કરી છે. આ સાથે ઝારખંડના રાંચી જિલ્લામાં મહિલા વિરુદ્ધ એન્ટી હ્નામન ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500