Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police raid : ઉચ્છલનાં ઝરણપાડા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

  • July 22, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ઝરણપાડા ગામનાં આમળી ફળિયામાંથી વગર પાસ પરમિટે ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ બપોરનાં સમયે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી, ઝરણપાડા ગામનાં આમડી ફળિયામાં લીમડાનાં ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ગોળ કુંડાળું કરી જમીન ઉપર પાથરણું પાથરી રૂપિયા વતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં ગંજી પાના, અંગ ઝડતીનાં રૂપિયા અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા જુગારીઓના નામ

1.પરેશ રમેશભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ),

2.શૈલેશ તુકારામભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ),

3.રવીન્દ્ર ગોમાભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ),

4.અરવિંદ છગનભાઈ ગામીત (રહે.આનંદપુર ગામ, રેલ્વે ફાટક ફળિયું, તા.ઉચ્છલ) અને

5.રાજુ દશરીયાભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application