Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના સિંગી ફળીયામાં પોલીસના દરોડા : સંતાડી મુકેલ દારૂ ઝડપાયો,બુટલેગર ફરાર

  • November 12, 2023 

વ્યારાના સિંગી ફળીયામાં જીલ્લા એલસીબીએ દરોડા પાડી એક ઘરની પજારીમાં સંતાડી મુકેલ ઈંગ્લીશદારૂ શોધી કાઢ્યો હતો,જોકે આરોપી બુટલેગર ફરાર થઇ ગયો હતો.


મળતી માહિતી મુજબ જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો આજરોજ વ્યારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમી કે,વ્યારાના સિંગી ફળીયામાં રહેતો લીસ્ટેડ બુટલેગર અનીલ વિનોદભાઈ ઢોડીયા પોતાના ઘરે ચોરી છુપીથી દારૂનું વેચાણ કરે છે, જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા.જોકે પોલીસને જોઈ જતા બુટલેગર નાશી છુટ્યો હતો, આ દરમિયાન બુટલેગરના ઘરની સામે આવેલ એક કાચા મકાનની પજારી ભાગે સંતાડી મુકેલ મહારાષ્ટ્ર બનાવટની ઈંગ્લીશ દારૂ બીયર ટીન નંગ-૭, વિસ્કી બોટલ નંગ- ૫ મળી કુલ ૧૨ બોટલો મળી આવી હતી. આ બનાવમાં પોલીસે બુટલેગર અનીલ વિનોદભાઈ ઢોડીયાને ભાગેડુ ઘોષિત કરી તેના વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application