ગીરસોમનાથ જિલ્લામાં પોલીસ જવાનો પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના હડમતીયા ગામે પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો છે. હડમતીયા ગામે કોર્ટનું પકડ વોરંટ બજાવવા ગયેલ પોલીસ કર્મચારીઓ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
હડમતીયાના ભરત સોલંકી, લીલાભાઇ સોલંકી, સવજી સોલંકી અને ભરત સોલંકીની પત્નીએ પોલીસ જવાનો પર તલવારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. હુમલામાં ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ કૌશિક પંપાણીયા, જી.આર.ડી. જવાન બાબુ વાજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હડમતીયા ગામે પોલીસ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ વિરુદ્ધ પોલીસે IPC કલમ 307, 332, 333, 324, 307, 353, 504, 144 અને જી.પી.એકટ 135 મુજબ ગુન્હો નોંધ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500