ડાંગ જિલ્લ્લાનાં, આહવા, સાપુતારા, વઘઈ, સુબીર,પોસ્ટે વિસ્તારમાં છેલ્લા આઠેક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસતાં, જિલ્લામાં ઠેર-ઠેર ભેખડો પડી ગયેલ (ભુસ્ખલન) થયેલ સાથે રોડ ઉપર ઝાડો પડી જવા, ભુવો પડી જવા, રોડ ખોદાય જવા વગેરેની વિકટ પરીસ્થિતિ સર્જાયેલ હતી. જેમા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામા આવી છે.
ડાંગ જિલ્લા પોલીસ કર્મીઓ દ્વારા જિલ્લામા વાહન વ્યવહારનું યોગ્ય નિયમન થાય, કોઇ જાન-માલનુ નુકશાન ન થાય તેમજ જરુરીયાતવાળા લોકોને મદદ મળી રહે તે માટે જિલ્લા વિસ્તારમાં કોઝ-વે, પુલીયા, ધોધ, વિવિધ ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો જેમ કે, શીવ ઘાટ, પમ્પા સરોવર, શબરીધામ, સાપુતારા, ગીરાધોધ, વઘઈ બોટનીકલ ગાર્ડન, ગીરમાળ ધોધ, ઉપર પોલીસ જવાનો 24 કલાક ફરજ બજાવી રહ્યા છે.
તેમજ જિલ્લાનાં અન્ય જરુરીયાતવાળા સ્થળોએ જરુરી સાધન-સામગ્રી સાથે અવિરત ફરજ બજાવવા માટે પોલીસ અધિકારી -14, પોલીસ 49, એસ.ડી.આર.એફ. 17 તેમજ જી.આર.ડી.181 હોમગાર્ડ 113 આમ મળી કુલ 370થી વધુનો સુરક્ષાબળ તૈનાત કરવામા આવ્યો છે. સાપુતારા ઘાટમા મોટા પ્રમાણમાં ભુ-સ્ખલન થયેલ હતુ જે સ્થળ ઉપર તાત્કાલીક પોલીસ માણસો ગોઠવી દઈ વાહન વ્યવહાર ડાયવર્ટ કરી દેવામા આવ્યો હતો. તેમજ માટી-પથ્થરો ખસેડવાની કામગીરી કરવામા આવી હતી.
આ ઉપરાંત સુબીર પોલીસ દ્વારા મહાલ ખાતે “એક્લવ્ય હાયસ્કુલ”માં પાણી ભરાય જતાં વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી બચાવવાની કામગીરી કરેલ તેમજ મહાલ-બરડીપાડા NH-953 ઉપર ઝાડો પડી જતા તેમજ લેંડ સ્લાયડીંગ થતા તાત્કાલીક પોલીસ બળની મદદથી મલબો હટાવવાની પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી.
વઘઈ-કાલીબેલ વિસ્તારમાં વધુ વરસાદથી ગોદડીયા પુલની રેલીંગ તુટી પડતા તાત્કાલીક પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહન-વ્યવહારનુ નિયમન જાળવવામા આવેલ તેમજ લવચાલી ગામે પાણીમા તણાઇ જનાર આધેડ તેમજ હારીપાડા ગામના રહીશ નાઓ વરસાદી પાણીમા તણાઇ જવાની માહીતી મળતા ગ્રામજનોને સાથે રાખી પોલીસ દ્વારા શોધખોળ કરી મૃતકને મેળવી કાર્યવાહી કરવામા આવી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લોકોના જાન-માલની સેવા તેમજ રક્ષા માટે સતત ખડે પગે રહી કુદરતી સંકટમાં મદદરરૂપ થઈ સરાહનીય કામગીરી કરવામા આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500