પ્રજાસત્તાક દિવસ-૨૦૨૪ના અવસરે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ-૧૮ પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. જયારે ૨ વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા ૧૬ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો રાષ્ટ્રપતિશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમા સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા (૧) શ્રી શૈલેષકુમાર રાધેબિહારી દુબે, બિન હથિયારી એ.એસ.આઇ (૨) શ્રી જલુભાઇ મગનભાઇ દેસાઇ, બિન હથિયારી એ.એસ.આઇ (૩) શ્રી જયેશભાઇ નગીનભાઇ પટેલ, બિન હથિયારી એ.એસ.આઇની પસંદગી કરવામાં આવી છે જે બદલ પોલીસ કમિશનર દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application