Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરો સામે પોલીસે ઉગામ્યો દંડો : 464 વ્યાજખોરો સામે એફઆરઆઈ, 4ને પાસા હેઠળ સજા

  • January 13, 2023 

વ્યાજખોરોના ત્રાસને રોકવા માટે ગૃહવિભાગ સક્રીય બન્યું છે. પોલીસની કાર્યવાહીમાં એક પછી એક વ્યાજખોરો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી રહી છે. લોકદરબારમાં તેમની વ્યથા સાંભળવામાં આવશે. 5 જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેગા ડ્રાઈવ અંતર્ગત શહેરભરમાં આયોજિત લોક દરબારમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદો વ્યક્ત કરી છે.




762 આરોપીઓ સામે ગુનો

રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશમાં અત્યાર સુધીમાં 464 સામે FIR નોંધવામાં આવી છે. જેમાં 762 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી 316 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.




939 લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું

5 જાન્યુઆરીથી રાજ્યભરમાં ગૃહ વિભાગ દ્વારા 939 લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસમાં 464 ફરિયાદ નોંધાઈ છે. 316 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 762 આરોપીઓના નામ ફરિયાદો હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી માટે ગુના નોંધવામાં આવ્યા છે. જેમાંથી ચાર આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.




અગાઉ ગૃહવિભાગની મળી હતી બેઠક

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અગાઉ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વ્યાજખોરો પર કઈ રીતે નિયંત્રણ લાવવું તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દરેક જિલ્લામાં વ્યાજખોરો સામે થયેલી ફરિયાદો, કેસ અને રજૂઆતો પર કાર્યવાહીની સમીક્ષા કરાઈ હતી ત્યાર બાદ આ ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.




લોકો માનસિક ત્રાસથી મોતને ભેટે છે

અગાઉ અનેક લોકોએચ પોતાનું જીવન વ્યાજખોરોના માનસિક ત્રાસથી ગુમાવ્યું છે. કેમ કે, પૈસા ના આપી શકતા વધુ દેવું થતા તેઓ આત્મહત્યા કરે છે. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 5મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત ઠેર-ઠેર યોજવામાં આવતા લોક દરબારમાં લોકોની લાચારી પણ પ્રગટ થઈ રહી છે. કેમ કે,કેટલાક મજબૂરીવસ ઉંચા વ્યાજે પૈસા લેતા ચક્રવૃદ્ધિ વ્યાજ પણ વસૂલવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application