નવસારીનાં આશાનગર વિસ્તારમાં આવેલી કપડાંની દુકાનમાં રવિવારની રજામાં દુકાન બંધ હોય તે તકનો લાભ લઇને તસ્કરોએ દુકાનનું તાળું તોડી કપડાં અને રોકડ મળી અંદાજે રૂપિયા 80 હજારથી વધુની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં આશાનગરમાં કમલેશ તારાચંદ ગુપ્તાની માલિકીની જલ્પા બ્યુટી નામની કપડાની દુકાન આવેલી છે. જોકે રવિવારની રજા હોય કમલેશ ગુપ્તાએ શનિવારે રાત્રે દુકાન બંધ કરી ગયા હતાં.
ત્યારબાદ સોમવારે સવારે આવી જોયું તો દુકાનનું તાળું તૂટેલું હતું અને દુકાનમાંથી કપડાં ગાયબ હતા. જેની જાણ નવસારી ટાઉન પોલીસમાં કરતા પોલીસ સ્ટાફનો માણસો ઘટના સ્થળે ધસી આવી દુકાનદારનાં નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ દુકાનમાંથી ચોરાયેલા કપડાંની કિંમત આશરે 60 થી 70 હજાર અને રોકડ 5 હજારની આસપાસ હોવાની પોલીસે માહિતી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500