સુરતના વરાછા ઠાકોરદ્વાર સોસાયટીમાં આવેલા હીરાના ખાતાનું તાળું તોડી અજાણ્યા તસ્કર રવિવારે રાત્રીનાં સમયે રૂપિયા 3.24 લાખનાં હીરા ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરનાં ગારીધારના વેળાદરના વતની અને સુરતમાં મોટા વરાછા સુદામાચોકની પાછળ લિબર્ટી 9 મકાન નં.જે/102માં રહેતા 42 વર્ષીય મનહરભાઇ શંભુભાઇ ભંડેરી વરાછા ઠાકોરદ્રાર સોસાયટી મકાન નં.28ના બીજા માળે હીરા જોબવર્કનું ખાતું ધરાવે છે. તેમના ખાતામાં ત્રણ ફોર પી મશીન હોય સવાર અને રાતની પાળીમાં કુલ ચાર કારીગર કામ કરે છે.
તે પૈકી ત્રણ ફોર પી મશીન પર કામ કરે છે. જયારે એક કારીગર હીરા ચોંટાડવાનું કામ કરે છે. દિવસ રાત ચાલતા તેમના ખાતામાં અમુક રવિવારે કારીગરો રજા રાખે ત્યારે ખાતું બંધ રહે છે. જેથી ગત 24મી ની રાત્રે કારીગરોએ રજા રાખી હોય મનહરભાઈ સાંજે 7.30 વાગ્યે ખાતું બંધ કરી ઘરે ગયા હતા તેમજ સોમવારે સવારે 8 વાગ્યે તે ખાતા ઉપર આવ્યા ત્યારે દરવાજા પર તાળું નહોતું અને માત્ર આગળો માર્યો હતો.
તે સમયે તેમના કારીગરો પણ આવતા તેમણે ખાતામાં જઈ જોયું તો CCTVની પીન પ્લગમાંથી કાઢેલી હતી. ફોર પી મશીન ઉપર મુકેલી પ્લેટમાં લગાડેલા રૂપિયા 3.24 લાખના 42.36 કેરેટના 753 નંગ હીરા પણ ડાય સાથે નહીં મળતા તેમણે CCTV કેમેરા ચેક કર્યા હતા. જોકે ફુટેજમાં રાત્રે 1.15 કલાકે 25 થી 30 વર્ષનો અજાણ્યો પાતળા બાંધાનો યુવાન લોખંડનું પાનું લઈ આવ્યો હતો અને ખાતાની સામેની લાઈટ બંધ કરી ત્યાંના CCTV કેમેરાને ઊંચો કરી ખાતામાં પ્રવેશ્યો હતો. ત્યાં પણ સીસીટીવીના પ્લગની પીન કાઢી તે ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે મનહરભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજનાં આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવલથાણ ખાતેથી ચોરી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
April 11, 2025કોસંબા ખાતે નજીવી બાબતે સગીર પર હુમલો
April 11, 2025