Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : બાઈક ચક્કર મારવાના બહાને બાઈક લઈ જઈ ફરાર થનાર સામે પોલીસ ફરિયાદ

  • July 27, 2023 

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા નેત્રંગ રોડ પર પાર્ક કરેલ બાઈક ચક્કર મારવાના બહાને લઈ નાશી જનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અજયભાઇ જેસીંગભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની યામાહા કંપનીની બાઈક ઉપર બેસેલ હતા. તે સમયે એક અજાણ્યો શખ્સ ત્યાં આવી તેમની બાઈક તરફ જોઇ કહેલ કે, મે આવી બાઈક કોઇ દિવસ ચલાવેલ નથી. જેથી મને તારી બાઈક એક ચક્કર મારવા સારૂં આપ. તેમ કહી હોટેલનાં પાર્કીંગમાં પડેલો બીજાનો આઇસર ટેમ્પો બતાવી, પોતાનો હોવાનું જણાવ્યું હતું. આઇસર ટેમ્પાની ચાવી આપી તેમને વિશ્વાસમાં લઇ ચક્કર મારવાના બહાને તેમની બાઈક લઇ જઇ પરત નહીં આવતાં અજયભાઈ વસાવાની ફરિયાદના આધારે ડેડીયાપાડા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application