Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

complaint : મહિલાનાં ગળા માંથી સોનાની ચેન આંચકી ફરાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • September 05, 2022 

અમદાવાદનાં વિરમગામ શહેરનાં ભરવાડી ગોલવાડી રોડ વચ્ચે આવેલ સીટી મહેલ કોમ્પલેક્ષ નજીક મુખ્ય રોડ પર ચેન સ્નેચીંગની ઘટના સામે આવી હતી હતી. બનાવ અંગે વિરમગામ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી લુંટારૂ બાઈક સવાર ઈસમોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લક્ષ્મીબેન નામની આધેડ મહિલા (રહે.ચમારવાસ, ભરવાડી દરવાજા) જેઓ શનિવારે સાંજે ઘરેથી દૂધ સહિત કરિયાણાની વસ્તુ ખરીદવા ગોલવાડી દરવાજા તરફ જઈ રહી હતી.




તે સમયે સીટી મહેલ કોમ્પલેક્ષ પાસે બાઈકમાં સવાર દ્વારા મહિલાને ધક્કો મારી ગળામાં પહેરેલ સોનાની ચેન ખેંચીને ગોલવાડી દરવાજા તરફ થઈ કે.બી. શાહ સ્કુલ તરફના રસ્તે ફરાર થઈ ગયા હતા. મહિલાને પોતાના ગળામાંથી ચેન ખેંચાયો હોવાનું માલુમ પડતાં બાઈક સવારની પાછળ બુમો પાડી દોડ લગાવી હતી.




જોકે બાઈક સવાર ભીડભાડનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યા હતા. બનાવ અંગે મહિલા દ્વારા 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જોકે ફરિયાદ દાખલ થતાં વિરમગામ ટાઉન પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application