મરાઠી ગાયક અશોક નિકાળજેને હાઇ પ્રોફાઇલ મ્યુઝિક પ્રોગ્રામની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જોકે આરોપીએ IPS અધિકારી હોવાનું જણાવીને ગાયક સાથે રૂપિયા 2.5 લાખની છેતરપિંડી કરી હતી. આ મામલે મુંબઈનાં તિલક નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે પોલીસે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, આરોપીએ પહેલા ગત તા.14 ઓક્ટોબરનાં રોજ ગાયક અશોકને ફોન કર્યો હતો કે 'હું તમને ટૂંક સમયમાં યોજાનારા સંગીત કાર્યક્રમમાં આમંત્રિત કરવા માગું છું, એમ આરોપીએ તેમને કહ્યું હતું. આ કાર્યક્રમ માટે આરોપીએ 8 લાખ રૂપિયા નિકાળજેને આપવાનું વચન આપ્યું હતું. થોડા દિવસ પછી તેમને જુનિયર ઓફિસર હોવાનો દાવો કરનાર વ્યક્તિનો ફોન આવ્યો હતો. કાર્યક્રમના 8 લાખ રૂપિયા મેળવવા આરોપીએ નિકાળજેની પહેલા 2.5 લાખ રૂપિયા જમા કરવા કહ્યું હતું. આ રકમ ચૂકવ્યા બાદ નિકાળજેને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડયું હતું. આમ છેવટે તેમણે પોલીસને બનાવની માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application