મધ્યપ્રદેશનાં નીમચ જિલ્લામાં પોલીસે એક કારમાંથી લગભગ 15 કરોડ રૂપિયાની કીંમતનું ડ્રગ્સ જપ્ત કરી લીધું છે અને આ સંબધમાં એક વ્યકિતની ધરપકડ કરી છે તેમ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. જિલ્લાનાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સુરજકુમાર વર્માએ જણાવ્યું હતું કે, આસામમાંથી આ ડ્રગ્સને રાજસ્થાન લઇ જવામાં આવી રહ્યું હતું. ગુપ્ત માહિતીને આધારે કાર્યવાહી કરીને પોલીસની ટીમે મંગળવારે એક કારને રોકી હતી અને તેમાંથી 15 પેકેટમાં રાખવામાં આવેલુ કુલ 14.5 કીલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યંસ હતું.
જોકે પોલીસે કાર ચલાવનાર 25 વર્ષીય શાહરૂખ ખાનની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરવામાં આવેલા જથ્થાનું કુલ મૂલ્ય 15 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ આસામમાંથી રાજસ્થાનનાં પ્રતાપગઢ લઇ જવામાં આવી રહ્યું હતું. આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સટન્સીસ (એનડીપીએસ) એક્ટની વિવિધ જોગવાઇ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ આધારે આ કેસમાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application