Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધાર્મિક પ્રસંગમાં જુગાર રમતા 16 જુગારીઓ ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • June 23, 2022 

ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડા ગામમાં ધાર્મિક પ્રસંગની આડમાં ધમધમતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડીને 16 જુગારીઓને ઝડપી પાડયા હતા જેમની પાસેથી રોકડ અને મોબાઇલ મળીને 5.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે ધાર્મિક પ્રસંગના આડમાં હેઠળ જુગારધામ ચલાવતા ત્રણ મુખ્ય સુત્રધારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ડભોડા વિસ્તારમાં ચાવડાનગર તરફ જતા રોડ ઉપર કિરણજી સુરસંગજી સોલંકીના મકાનના ધાબા ઉપર જુગારધામ ચાલી રહ્યું છે.




જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાશભાગ મચી ગઇ હતી આ સ્થળેથી પોલીસે નિકોલ અમદાવાદમાં રહેતા સચિન દિલીપભાઇ પટેલ, નીતિન દિનેશજી ઠાકોર, નાના ચિલોડાના આશિષ સુરેશભાઇ યાદવ, કોલવડા પગીવાસમાં રહેતા ચેતનજી ઉર્ફે બિલ્લો બાબુજી ઠાકોર, વેજલપુરના ગોપાલ કેસાજી ઠાકોર, મેલાજી જવાનજી ઠાકોર, પાલુન્દ્રા દહેગામનાં લાલસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ડભોડાનાં જયઅંબે ફાર્મમાં રહેતા દર્શન જગદીશભાઇ પટેલ, ચાવડાનગરના રણજીતજી ગાભુજી ચાવડા, દહેગામ બ્રહ્માણીવાસના દિલીપ અમૃતલાલ પઢાર, વડોદરા ગામના મહોબતસિંહ ચહેરાજી ઠાકોર , સોનારડાના મોનાજી લાલાજી ઠાકોર, ડભોડા કુંડીવાળો વાસના ભરતજી નટવરજી ઠાકોર, લાલસિંહ સનાજી ઠાકોર, દહેગામ હરસોલીના ગોપાલજી કેસરીસિંહ ચૌહાણ, ડભોડા મુવાડીવાસના પરબતજી બબાજી પરમારને ઝડપી લીધા હતા. આ જુગારીઓ પાસેથી 4.6 લાખ રૂપિયાની રોકડ તથા મોબાઇલ મળીને 5.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application