Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે વધું એક ડઝન લોકોનો પાસાનાં પાંજરે પૂર્યા

  • April 29, 2024 

કાર્યદક્ષ પોલીસ કમિશનર અજય કુમાર તોમર નિવૃત્ત થયા બાદ સુરત શહેર પર જાણે પનોતી શ્વાર થયેલ હોય તેમ હત્‍યાઓ, લુંટ, લુખ્‍ખાતત્‍વોનાં ત્રાસ પરાકાષ્ઠા પર પોહચી ગયા હોય આવા વિશિષ્ટ સંજોગો કંટ્રોલ કરવા ગાંધીનગર અને કેન્‍દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજકોટ અને વડોદરામાં અપરાધીઓને કાયદાનું ભાન કરાવનાર અનુપમ સિંહ ગેહલોતની પસંદગી કરતા પોતાની પસંદગી સાર્થક કરતા હોય તેમ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સહિત વિવિધ અધિકારી, સ્‍ટાફ વિગેરે પાસેથી માહિતી મેળવી પીસીબી પીઆઇ આર.એસસુવેરા સાથે ચર્ચા કરી તેમની દરખાસ્‍ત આધારે એક જ દિવસમાં ૧૭ અપરાધીઓને પાસા હેઠળ અને ૨૧ ને તફીસ કરી સુરતમાં લુખ્‍ખાઓનું નહિ ફાયદાનું રાજ હોવાની પ્રતીતિ કરાવી લોકોની વાહવાહ મેળવનાર પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે વધુ એક મહત્ત્વની નિર્ણય કરી ફરીથી એક ડઝન લોકોનો પાસાનાં પિંજરે પુરાવી દીધા છે.


અસામાજિક તત્‍વોમાં સન્નાટો વ્‍યાપી જવા સાથે સુરતના સીધા અને સજ્જન લોકોમાં પોલીસ કમિશનર અને તેમની ટીમ ઉપર સતત અભિનંદન વર્ષી રહ્યા છે. પીસીબી પીઆઇ આર.એસ . સુવેરા ટીમ દ્વારા રાત દિવસના ઉજાગરા કરી જાતીય સતામણી, ઘરફોડ ચોરી, ગુંડાગીરી કરનાર સામે જે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી તે બદલ તમામનેઅભિનદન આપી યે તો સિર્ફ ઝાંખી હૈ, મૈનપિકચરઅભી બાકી હૈ, તેમ જણાવી આવા માથાભારે, રીઢા ગુનેગાર, બુટલેગર, વ્‍યાજખોર, લુખ્‍ખાવિગેરે સામે આ કાર્યવાહી અવિરત રાખવા સતત સક્રિય રહેવા પણ સૂચન કરેલ છે, મતલબ પાસા, તડીપાર પગલાં હવે અવિરત રહશે તેવું પોલીસ તંત્ર વ્‍યાપક રીતે માનવા લાગ્‍યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application