Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના પોખરણ ગામે ડાકણનો વહેમ રાખી દાતરડા વડે હુમલો, બે મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

  • October 14, 2022 

સોનગઢના પોખરણ ગામે એક મહિલા પર ફળિયાની જ બે મહિલાઓએ ડાકણનો વહેમ રાખી દાતરડા  વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.




રાજુબેન ગામીત અને મિનાક્ષીબેન ગામીત વિરુદ્ધ ગુનો નોંધાયો 

મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના પોખરણ ગામના પીપળ ફળીયામાં રહેતી ફરીયાદી માર્થાબેન સતિષભાઇ ગામીતએ તા.૧૨/૧૦/૨૦૨૨ નારોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે,પોખરણ ગામના પીપળ ફળીયામાં જ રહેતી આરોપી બેન (૧) રાજુબેન શુકરીયાભાઇ ગામીત (૨) મિનાક્ષીબેન સંજયભાઇ ગામીત નાઓએ માર્થાબેનની સાસુ નીરૂબેન રામુભાઇ ગામીતને ઘરની જગ્યા બાબતે તથા ડાકણનો વહેમ રાખી તેના ઘરે જઇ બંને મહિલાઓએ તેમના હાથમાં રહેલ દાતરડાથી બન્ને હાથે તથા જમણા કાન નીચે માર મારી ઇજાઓ પહોચાડી હતી તેમજ આજે તને નહી છોડીએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા સોનગઢ પોલીસે તા.૧૩/૧૦/૨૦૨૨ નારોજ રાજુબેન ગામીત અને મિનાક્ષીબેન ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application