અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં ચારોડિયા નજીક એક મજૂર પરિવાર પર ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે બાળકો સહિત મજૂર પરિવારનાં ચાર સભ્યોને ઈજા પહોંચી છે. મધમાખીઓએ ડંખ માર્યા હોવાથી પરિવારના તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ચાર લોકોમાંથી બે બાળકોને ગંભીર ઈજા પહોંચી છે. અમરેલીમાં રાજુલા ખાતે પતિ-પત્ની પોતાના બે બાળકો સાથે દરરોજની જેમ મજૂરી કામ માટે જતા હતાં. આ દરમિયાન ઝેરી મધમાખીઓના ઝૂડે અચાનક પરિવાર પર હુમલો કર્યો હતો.
મધમાખીઓ મજૂર પરિવાર પર તૂટી પડી હતી અને બાળકો સહિત તમામને ડંખ માર્યા હતાં. મધમાખીઓના ઝેરી ડંખની પરિવારને ગંભીર અસર થતાં તેમને તાત્કાલિક 108 બોલાવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોને ઉલટીઓ પણ થવા લાગી હતી. જેથી ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. બંને બાળકો સાથે માતા-પિતાને મધમાખીના ડંખના કારણે વધુ નુકસાન થયું નથી. જોકે, બાળકોને ડંખ વાગ્યા હોવાથી અને ગભરાઈ ગયા હોવાથી તેમની હાલત થોડી ગંભીર જણાઈ રહી છે. બંને બાળકો સહિત તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application